“ભૂલભૂલામણી”

દુનિયાની ભૂલભૂલામણીમાં ખોવાયો છું,

આમ તો માણસ હું ય એકલવાયો છું,

બહાર નીકળવાની કોશિશ કરી ઘણી,

અંદરોઅંદર એટલો જ ગુંગળાયો છું,

વ્યવહારોની હારમાળાઓથી સજ્જ,

અદ્ભૂત મૂખોટાથી મઢેલ સુંદર ચહેરાં,

બનાવટી લાગણીઓની મીઠી ઓથમાં,

“તૃષિત” કેટલીય વાર અટવાયો છું- તૃષિત

Advertisements

“સમય”

તોફાન ક્યાંથી ઊઠ્યું છે એ હું જાણું છું,

મારા હદયનું દર્દ હું ખુશી થી માણું છું,

મૌસમ બદલાય એની પણ મજા છે,

જીંદગીનો બદલાવ હું ય પીછાણું છું,

સંબંધોમાં લેણદેણનો આ ખેલ છે બધો,

આવાગમન વ્યક્તિઓનું હોય છે હંમેશ,

લાગણીનો ઉતાર-ચઢાવ હોય છે જેમાં,

એ સમયનો મહિમા હું ય વખાણું છું. – તૃષિત

RASHI

She opened the door when I rang the doorbell and I was stood up right in front of the door. With all excitement, I hugged her and rushed inside the house. Surprisingly!! She smiled at me when she saw me at the door. Just a smile!! That’s it!! That excitement in her voice and the cheerful face, I was waiting to get out of her. But I saw no energy in her walk and talk. She pulled me in her room where we used to spend hours and hours together sharing never ending stories, gossips and all girlie talk which she could continue to eternity. 

She offered me a glass of water there. Such a formality!! I know we had lost touch for few months due to our busy life schedules but never expected this kind of change in my bundle of joy. I was in the impression that she would be busy with her work and self development activities as usual which create happiness for her so she is not calling me or messaging me. But the situation was different which was making me feel worried about her.

With confused mind and fumbled heart, I started chatting with her . I could feel, long energetic continuous phrases have replaced with short and limited words which were full of fatigue. I was not able to make it out how this most talkative girl has become so silent now. I am still waiting if she could look into my eyes and speak with that confidence and zeal as she used to do before. But all in vain! I don’t know what to say to her today. I am still trying to make out what has happened to her over the months which has led this change in her behavior…..

Will continue talking about her more….

“Untitled”

આ લહેરોં હવાની લાવી છે પૈગામ મારા માટે,

હવે આ સુષ્ક પાન ખરશે બસ આજ માટે,

આવતીકાલ છે ખુશનુમાં અને એ છે તારા માટે,

પાનખરની વિદાય હોય છે વસંતના આગમન માટે-તૃષિત

“Untitled”

હદયની લાગણીને હોઠોંથી શું વ્યક્ત કરવી,

દુનિયાને એ બસ વ્યર્થ બકવાટ લાગશે,

ખરી અભિવ્યકતીની રીત તો આ ગઝલો છે,

જેનો દરેક શબ્દ એક નોખું સર્જન લાગશે – તૃષિત

RASHI

Decisions which are taken with emmotinal state of mind can lead you in a different world sometimes.

Beware!! You can play a gamble to all your skills and qualifications the time you are gripped by emotions. People call you emotional fool. 

One such fool is here. I know her as RASHI – the adorable, energetic, childish yet fully matured, a combo of beauty and brain and more important a happy soul. Anyone who meet her once can never forget her cheerful visage. She knows how to communicate with the person who is right in front of her. She has natural ability to check out the comfirt level of people with whom she is talking to. 

I have come to meet her today after months to have chit chat over a cup of tea. What I see now is a big change over what I explained about her earlier… Want to know more who Rashi is and what she has done over the years… 

Will share it soon… 😇

“પડછાયો”

હસતો ચહેરો તારો જોવું એકવાર,

દિવસ આખો ય મલકાઈ જાય છે,

પણ જો ગમગીન તને દેખું કયારેક,

બેચૈની મનની જાણે વધી જાય છે,

નાહક જ તું વિચાર કરે આટલો શું,

બેસ તો ખરા અહીં ઘડીભર સાથે,

નહીં જઈ શકે બહુ દૂર ઈચ્છું તો ય,

હું છું તારો જ પડછાયો “તૃષિત”,

સમય એમ રોકાઈ જશે અચાનક,

ખુદને ય થોડું સમજી જો ક્યારેક. -તૃષિત

“વ્હાલ”

મારા હોવાનું જે પ્રમાણ છે,

મારી સફળતાનું સોપાન છે,

હોય મારો પડછાયો જાણે,

મારી પ્રેરણાંનું એ આહ્વાન છે,

મારો ગુસ્સો મારી રીસ બધુંય,

એના એક સ્મિતમાં સમેટાય,

મારું રુદન મારી તકલીફ હંમેશ,

જેની ગમગીની બની જાય છે,

મારા હસ્તા ચહેરાનું કારણ જે,

વ્હાલનો અવિરત એ ધોધ છે.-તૃષિત

“શું કહું”

હદયની ગહેરાઈનું માપ શું કહું,

એની ગહેરાઈ કેટલી વધી ગઈ,

આ નજરોનાં હાલ વિશે શું કહું,

એની તરસ કેટલી વધી ગઈ,

તમારા જ જશ્નમાં શામેલ છું,

તમારી ખુશીમાં મસ્ત રહું છું,

મને ફિકર મારી હોય શું કામ!

તમે સાથે છો પરવાહ કરનાર,

મિલનની ઉત્સુકતા ને શું કહું,

હોઠ મારા મલકાઈ જાય કેવા,

બે ઘડી મળો નિરાંતે ને જુઓ,

ઊર્મિ ચહેરાની કેવી વધી ગઈ. – તૃષિત

 

WordPress.com.

Up ↑